ટ્રમ્પના આકરા વલણથી યુએસ-કેનેડાના ટુરિઝમને મોટું નુકસાન
ટ્રમ્પના આકરા વલણથી યુએસ-કેનેડાના ટુરિઝમને મોટું નુકસાન
Blog Article
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણય અને તેને અમેરિકા સાથે ભેળવવાના નિવેદનોથી કેનેડાના નાગરિકો નારાજ થયા છે. આ નાગરિકો વિવિધ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ સ્થિતિમાં 1 ફેબ્રુઆરીથી પડોશી દેશમાં જવા માટેના નવા ટ્રાવેલ બુકિંગમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ અંગે યુનાઇટેડ એરલાઇન્સના સીઇઓ સ્કોટ કિર્બીએ જણાવ્યું હતું કે, કેનેડાથી મુસાફરોના આગમનમાં મોટો ઘટાડો નોંધાયા પછી કેરિયરે તેની ફ્લાઇટસમાં કેટલાકમાં ફેરફાર કર્યા છે. વાનકુંવરના રહેવાસી એલિસન સી દ્વારા ઉનાળામાં વોશિંગ્ટનમાં પારિવારિક વેકેશન માણવાનું આયોજન રદ્ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિમાં તેમના પરિવારને હવે અમેરિકામાં જવાની ઇચ્છા નથી. તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સાથેના કેનેડાના વારંવારના ટેરિફ વિવાદો અને યુએસ એક્સચેન્જ રેટમાં વધઘટને જવાબદાર માન્યા હતા. યુએસ ટ્રાવેલ એસોસિએશનના અંદાજ મુજબ, કેનેડિયન પ્રવાસીઓમાં 10 ટકા ઘટાડો થવાથી અમેરિકામાં ગ્રાહક ખર્ચમાં 2.1 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. 2024માં અમેરિકામાં 20.4 મિલિયન પ્રવાસીઓ નોંધાયા હતા. આ સ્થિતિ મહામારી અગાઉના સ્તરના 90 ટકા પર જોવા મળી હતી અને આ ઘટાડાથી સ્થાનિક ટ્રાવેલ ઉદ્યોગ વધુ ચિંતિત છે.
Report this page